અડધે ઉભો રોજ નિહાળું ,
અડધું અંતર બેઉ તરફ છે
આમ ઉપાડું ડગ જ્યાં ત્યાં તો ,
બીજી દિશા મને પુકારે
અડધી વીતી , અડધી બાકી ,
સમય સંભળાવે ટીક ટીક જ્યાં તો
દૂધ દહીં માં જ્યાં પગ બોળું ,
બેઉ સિસકતા , બેઉ બરફ છે
સમય એની એજ ગતિ માં ,
મન જ્યાં વાંચું , બેઉ ફરક છે
એક તરફ છે તન ને કાયા ,
એક તરફ મન નો મારગ છે
સાવ વિફળ છે સાવ નિરર્થક
સપનાઓ નું વાવેતર
નજર ઠરી જ્યાં આઘે આંભે
પગ નીચે ભૂમિ સખત છે
ઉપર ચઢવા જ્યાં પગ માંડું
પગ માં બેડી ને સાંકળ છે
અડધે ઉભો રોજ નિહાળું
અડધું અંતર બેઉ તરફ છે
નવો નિશાળીયો
રાહુલ શાહ
અડધું અંતર બેઉ તરફ છે
આમ ઉપાડું ડગ જ્યાં ત્યાં તો ,
બીજી દિશા મને પુકારે
અડધી વીતી , અડધી બાકી ,
સમય સંભળાવે ટીક ટીક જ્યાં તો
દૂધ દહીં માં જ્યાં પગ બોળું ,
બેઉ સિસકતા , બેઉ બરફ છે
સમય એની એજ ગતિ માં ,
મન જ્યાં વાંચું , બેઉ ફરક છે
એક તરફ છે તન ને કાયા ,
એક તરફ મન નો મારગ છે
સાવ વિફળ છે સાવ નિરર્થક
સપનાઓ નું વાવેતર
નજર ઠરી જ્યાં આઘે આંભે
પગ નીચે ભૂમિ સખત છે
ઉપર ચઢવા જ્યાં પગ માંડું
પગ માં બેડી ને સાંકળ છે
અડધે ઉભો રોજ નિહાળું
અડધું અંતર બેઉ તરફ છે
નવો નિશાળીયો
રાહુલ શાહ