Friday, 27 May 2011

પ્રેમ















કોઈક તો દિલ માં ધડકતું હશે,
રગો માં કોઈકતો  દોડતું હશે,
નજર એમનેજ ઢળી નથી પડી ,
આંખો માં કોઈક વિહરતું હશે.

નવો નિશાળીયો
 ( રાહુલ શાહ )

http://navonishaliyo.blogspot.com


Tuesday, 24 May 2011

ચલ જવા દે

પ્રેમ ના પ્રશ્નો હવે પૂછવા નથી ચલ જવા દે,
સબંધો ને સમીકરણો ? ચલ જવા દે.

શું કર્યું આ જીવન માં ? ગણવું નથી ચલ જવા દે,
હાલ કેવા છે હવે કહેવું નથી ચલ જવા દે.

જામી ગઈ છે ઝંખના , ચલ જવા દે,
પીગળી ગઈ સંવેદના , ચલ જવા દે.

સળગી, સળવળી,સંકોચાઈ લાગણી ચલ જવા દે,
ઓગળી કેમ ધરા ચલ જવા દે.

કયા કારણે કાઢ્યું તારણ ? ચલ જવા દે,
કોણ રામ કોણ રાવણ ? ચલ જવા દે.

સરવૈયું નથી કાઢવું , ચલ જવા દે,
વાત કહું કે નાં કહું ચલ જવા દે.
 
નવો નિશાળીયો
 ( રાહુલ શાહ ) 

http://navonishaliyo.blogspot.com


હું અને તું

 
 
 
 
 
 હું અને તું
તું અને હું

દ્રઢ વિશ્વાસ
નાક અને શ્વાસ

સમય ને પાંખ
હાથ માં હાથ

ફૂલ અને ફોરમ
ઝાડ અને શાખ

મંદિર માં જાપ
મદારી ને સાપ

વિરહ નો ત્રાસ
પગ માં ફાંસ

તું નદી હું કાંસ
વિશાળતા નો ભાસ

સપના પર અટ્ટહાસ
હકીકત માં વાસ.
નવો નિશાળીયો
 ( રાહુલ શાહ ) 

http://navonishaliyo.blogspot.com


 

તારા સમ




પ્રેમ માં પ્રસરી તી ચાંદની તારા સમ
જાગતા દીઠા તારા સપના તારા સમ.


......લાંગર્યો તો કયા કિનારે ખબર નથી તારા સમ
સાભર્યો તો સાથ તારો કાલે રાતે તારા સમ
...

વહ્યો તારી પ્રેમ સરિતા માં તારા સમ
ભીનો થયો ને શરદી પણ થઇ તારા સમ

ટાઢ વાઈ , છીંક પણ આવી તારા સમ
ડોકટર ને પણ મળી આવ્યો તારા સમ


......ગીત ગયા ભામાંરાઓએ તારા સમ
બટકું પણ એક ભરી ગયો તારા સમ
...

સમ ખાઈ ખાઈ ને થાક્યો હવે તારા સમ
સાતે જનમ તું મારી ખાઉં છું છેલ્લા સમ

નવો નિશાળીયો
   રાહુલ શાહ

http://navonishaliyo.blogspot.com

Monday, 23 May 2011

કાંઈ કહેવાય નહિ
















તું પૂછે પ્રશ્નો પ્રેમ નાં
જવાબ મળે જ
કંઈ કહેવાય નહિ.

પ્રેમ કર્યો છે જરૂર
પણ વિસ્તરણ પામે જ 
કંઈ કહેવાય નહિ.

વાસ છે હર શ્વાસ માં 
ઉચ્છવાસ  નું 
કંઈ કહેવાય નહિ.

જળ તું માંગે
મૃગજળ મળે
કંઈ કહેવાય નહિ.

છું આ જન્મે તારો
પુનર્જન્મ નું 
કંઈ કહેવાય નહિ.

તું કહે ગીત ગા
રાગ માંજ હોય
કંઈ કહેવાય નહિ.

દોડે તારી યાદ રુધિર માં 
બી પી પણ હોય 
કંઈ કહેવાય નહિ.

નવો નિશાળીયો 
રાહુલ શાહ

http://navonishaliyo.blogspot.com

જો તું આવે તો












સમય સારી જાય છે 
વર્ષો વહી જાય છે
યાદ તાજી થાય છે
.............................જો તું આવે તો
બાગ ખીલી જાય છે
કુંપણ ફૂટી જાય છે
કળી ફૂલ થાય છે
.............................જો તું આવે તો
સપના પુરા થાય છે
વાયરા પણ વાય છે 
વાદળ છવાય છે
.............................જો તું આવે તો
ચાંદ પણ શરમાય છે
તારાઓ કરમાય છે 
લાગણી અથડાય છે
.............................જો તું આવે તો

નવો નિશાળીયો 
રાહુલ શાહ 

http://navonishaliyo.blogspot.com