Monday, 23 May 2011

કાંઈ કહેવાય નહિ
















તું પૂછે પ્રશ્નો પ્રેમ નાં
જવાબ મળે જ
કંઈ કહેવાય નહિ.

પ્રેમ કર્યો છે જરૂર
પણ વિસ્તરણ પામે જ 
કંઈ કહેવાય નહિ.

વાસ છે હર શ્વાસ માં 
ઉચ્છવાસ  નું 
કંઈ કહેવાય નહિ.

જળ તું માંગે
મૃગજળ મળે
કંઈ કહેવાય નહિ.

છું આ જન્મે તારો
પુનર્જન્મ નું 
કંઈ કહેવાય નહિ.

તું કહે ગીત ગા
રાગ માંજ હોય
કંઈ કહેવાય નહિ.

દોડે તારી યાદ રુધિર માં 
બી પી પણ હોય 
કંઈ કહેવાય નહિ.

નવો નિશાળીયો 
રાહુલ શાહ

http://navonishaliyo.blogspot.com

No comments:

Post a Comment