Tuesday, 24 May 2011

ચલ જવા દે

પ્રેમ ના પ્રશ્નો હવે પૂછવા નથી ચલ જવા દે,
સબંધો ને સમીકરણો ? ચલ જવા દે.

શું કર્યું આ જીવન માં ? ગણવું નથી ચલ જવા દે,
હાલ કેવા છે હવે કહેવું નથી ચલ જવા દે.

જામી ગઈ છે ઝંખના , ચલ જવા દે,
પીગળી ગઈ સંવેદના , ચલ જવા દે.

સળગી, સળવળી,સંકોચાઈ લાગણી ચલ જવા દે,
ઓગળી કેમ ધરા ચલ જવા દે.

કયા કારણે કાઢ્યું તારણ ? ચલ જવા દે,
કોણ રામ કોણ રાવણ ? ચલ જવા દે.

સરવૈયું નથી કાઢવું , ચલ જવા દે,
વાત કહું કે નાં કહું ચલ જવા દે.
 
નવો નિશાળીયો
 ( રાહુલ શાહ ) 

http://navonishaliyo.blogspot.com


4 comments: