માણસ જુદા જુદા ને
માનસ જુદા જુદા
ના જાણે કેમ કસાતા
ફંદા જુદા જુદા
કેમ ધબકે છે દિલ
કારણ જુદા જુદા
દરેક દિલ શિકારી
મારણ જુદા જુદા
ભરે છે દમ દરેક વ્યક્તિ
ખેંચે છે કશ જુદા જુદા
ધુમાડા એક જ રંગ ના
ઉત્સર્ગ ના કાણા જુદા જુદા
પહોંચ્યો છે નિશાળીયો મોડો ફરી નિશાળે
દર વખતે કાઢે બહાના જુદા જુદા
રાહુલ શાહ
( નવો નિશાળીયો )
http://navonishaliyo.blogspot.com

Beautifully written :)
ReplyDeleteThank you gaytri ben.
ReplyDelete