Thursday, 9 February 2012

માંગું

હું બસ એટલોજ પ્રકાશ માંગું
કે જીવવાનો બસ પ્રયાસ માંગું

અબઘડી હતો જેનો વિશ્વાસ પ્રભુ
હવે એનાથી બસ ઉદ્ધાર માંગું

પામ્યું ઘણું ને આપ્યું એ ઘણું
હવે બસ થોડો શ્વાસ માંગું

પ્રારબ્ધ ને કહું છું થાકી ને બેસ
ના શબ્દ માંગું ના અશબ્દ માંગું

બહુ થઇ પરીક્ષા એરણ ની ચોટે
હવે ફાજિલ દુનિયા થી રજા માંગું

વ્યર્થ છે સબંધો ને વ્યર્થ જીવન
હવે પ્રભુ પાસે બસ આકાશ માંગું

નવો નિશાળીયો
( રાહુલ શાહ )
   

No comments:

Post a Comment