Sunday, 21 February 2016

અડધે ઉભો

અડધે ઉભો રોજ નિહાળું ,
      અડધું અંતર બેઉ તરફ છે
આમ ઉપાડું ડગ જ્યાં ત્યાં તો ,
      બીજી દિશા મને પુકારે


અડધી વીતી , અડધી બાકી ,
     સમય સંભળાવે ટીક ટીક જ્યાં તો
દૂધ દહીં માં જ્યાં પગ બોળું ,
     બેઉ સિસકતા , બેઉ બરફ છે

સમય એની એજ ગતિ માં ,
      મન જ્યાં વાંચું , બેઉ ફરક છે
એક તરફ છે તન ને કાયા  ,
      એક તરફ મન નો મારગ છે

સાવ વિફળ છે સાવ નિરર્થક
      સપનાઓ નું વાવેતર
નજર ઠરી જ્યાં આઘે આંભે
     પગ નીચે ભૂમિ સખત છે

ઉપર ચઢવા જ્યાં પગ માંડું
    પગ માં બેડી ને સાંકળ  છે
અડધે ઉભો રોજ નિહાળું
    અડધું અંતર બેઉ તરફ છે


નવો નિશાળીયો
રાહુલ શાહ 

Sunday, 12 May 2013

માં

મુજ સુખ શોધતી
મુજ કષ્ટ  કાપતી
નિજ સર્વ સોંપતી

    માં
સંસ્કાર   સિંચતી
આંગળી ચીંધતી
પ્રેમ     પ્રસારતી

   માં
વિચારો  પ્રેરતી
સુકે સુવાડતી
પ્રેમે થાબડતી

   માં
મારા ભવને  તારતી
પ્રભુ      ને    આરતી
દરેક જન્મે મળે તુંજ

   માં 

Tuesday, 26 February 2013

जमींदार




  किस किस  हद से गुजरे थे  ,
                किस हद पे  तुने छोड़ दिया
  पार करनी थी सब हदे ,
               तूने सरहद पे ही छोड़ दिया

  हसरतो के मोहल्ले में ,
                 एक घर मैंने भी था लिया
  तेरी एक जिद ने मुझे
                   जिन्दा कबर कर दिया
 
  प्यार के मुआमले में ,
                    भले  ही नया था पिया
  आशिक था तेरा पहेले ,
                  अब जमींदार बना दिया


राहुल शाह
( नवो निशालियो )

Tuesday, 25 December 2012

અતિ પ્રીય ,

 સનોલી 

બળતી બપોર ને તાપી ને ,
વરસતા વરસાદ ને માપી ને.

એ કળી ઉગી  શિશિર  માં,
 બન્યું ફૂલ તિમિર વીધતું .

ફરતું ફરતું પરી લોક માં,
નીસર્યું પાંગર્યું કોક માં .

ઉગ્યું સાતે રંગ લઇ ને ,
ડાળીએ પાથર્યું ઈન્દ્રધનુષ .





મામા 

Tuesday, 3 July 2012

પાણી આપે એ નહિ , તરસ લગાડે એનું નામ ગુરુ.

માં એ જન્મ આપ્યો , સંસ્કાર પાયા .....પહેલી ગુરુ,

પપ્પા એ દુનિયા સાથે કેમ ભળાય એ શીખવ્યું ....બીજા ગુરુ,

માસ્તરે શિક્ષા ને જ્ઞાન આપ્યું ...................ત્રીજા ગુરુ,

પછી

પછી

પછી

પછી

બધા એક થી એક ચઢે એવા ગુરુ મળ્યા છે........................

બધાએ ગુરુ ઓ ને મારા પ્રણામ.

નવો નિશાળીયો
( રાહુલ શાહ )
 

Thursday, 9 February 2012

માંગું

હું બસ એટલોજ પ્રકાશ માંગું
કે જીવવાનો બસ પ્રયાસ માંગું

અબઘડી હતો જેનો વિશ્વાસ પ્રભુ
હવે એનાથી બસ ઉદ્ધાર માંગું

પામ્યું ઘણું ને આપ્યું એ ઘણું
હવે બસ થોડો શ્વાસ માંગું

પ્રારબ્ધ ને કહું છું થાકી ને બેસ
ના શબ્દ માંગું ના અશબ્દ માંગું

બહુ થઇ પરીક્ષા એરણ ની ચોટે
હવે ફાજિલ દુનિયા થી રજા માંગું

વ્યર્થ છે સબંધો ને વ્યર્થ જીવન
હવે પ્રભુ પાસે બસ આકાશ માંગું

નવો નિશાળીયો
( રાહુલ શાહ )
   

Tuesday, 17 January 2012

Gajab che















પ્રેમ ની મસ્તી ગજબ છે
એમની હસતી ગજબ છે

એટલે જ

એટલે જ

એટલે જ

વિશ્વ ની વસ્તી અબજ છે.

  નવો નિશાળીયો
   ( રાહુલ શાહ )


http://navonishaliyo.blogspot.com

Monday, 17 October 2011

તું

કોઈ તુકારે બોલાવે તો કેવું લાગે ?
પણ તું મને તું થી બોલાવે તો સારું લાગે,

તું શબ્દ માં તારો પ્રેમ છલકતો લાગે
ને તું શબ્દ થી સબંધ માં ગરમાવો લાગે.

તું જયારે તું થી સંબોધે તો અજવાળું લાગે
તમે કહે તો થઇ છે મારી કંઈ ભૂલ એવું લાગે.

       

           રાહુલ શાહ

      ( નવો નિશાળીયો )

  http://navonishaliyo.blogspot.com

Friday, 7 October 2011

अकेला होता है आदमी

          भीड़ में साथ भले हो लाखों
          मोड़ पर अकेला होता है आदमी

         घेर लो खुद को कितने ही रिश्तोंसे
         रुखसत अकेले ही लेता है आदमी

         चाहतों की बुलंदिया छुलो मगर
         यादों के सन्नाटे में अकेला होता है आदमी

         भर लो हर साँस में उसकी खुशबु को
         धुंध के धुए में अकेला होता है आदमी

         फ़रिश्ते भी जब लेने आएंगे तुम्हे
         छोड़ेंगे वंहा जंहा अकेला होता है आदमी

         खुदी से कर,  कर गहेरी दोस्ती इतनी
         अकेला न रहे.  जंहा अकेला होता है आदमी


           રાહુલ શાહ
      ( નવો નિશાળીયો )

  http://navonishaliyo.blogspot.com

Friday, 23 September 2011

હું ............કાર

દોડતો રહ્યો સતત 
                        સાચવી  સમય  ની  અણી
હાંફતો રહ્યો સતત
                         વધતો ગયો મંઝીલ ભણી 
શ્વાસ ને ઉચ્છવાસ માં 
                           ભરતો  ગયો  બસ   ટણી
સદૈવ રહ્યો છે શુષ્ક 
                          હવે  શું  લઈશ  તું   લણી
પુરક નહિ .....પર રહ્યો 
                          એકલતા   જ   તે    જણી
ભાસ થશે ક્યારેક તને કે 
                         ખુદની વ્યાપકતા તે  હણી


     રાહુલ શાહ 
( નવો નિશાળીયો )

http://navonishaliyo.blogspot.com

Wednesday, 21 September 2011

ઈતિહાસ ના પાના સરકાવી ને ,
                                   હાથ પણ હવે તો થાક્યો છે.

વડવા એ કરેલી ભૂલો ને ,
                                  સુધારવાનો સમય હવે પાક્યો છે.

રીત રીવાજો ને નામે ધતિંગ ને ,
                                  ઘણા વર્ષો બધા એ સાન્ખ્યો છે.

ભોગ લીધો છે કુરિવાજો એ હજારોનો ,
                                 હવે સમય પણ જોઈ ને થાક્યો છે.

ભ્રુણ હત્યા , દાયજો દુષણ અનેક ,
                                 બદલાવ નો સમય હવે પાક્યો છે.     


     રાહુલ શાહ 
( નવો નિશાળીયો )

http://navonishaliyo.blogspot.com
 

Friday, 16 September 2011

જુદા જુદા

 














માણસ જુદા જુદા ને
માનસ જુદા જુદા

ના જાણે કેમ કસાતા
ફંદા જુદા જુદા 

કેમ ધબકે છે દિલ
કારણ જુદા જુદા

દરેક દિલ શિકારી
મારણ જુદા જુદા 

ભરે છે દમ દરેક વ્યક્તિ 
ખેંચે છે કશ જુદા જુદા

ધુમાડા એક જ  રંગ ના 
ઉત્સર્ગ ના કાણા જુદા જુદા 

પહોંચ્યો છે નિશાળીયો મોડો ફરી નિશાળે 
દર વખતે કાઢે બહાના જુદા જુદા 



    રાહુલ શાહ
( નવો નિશાળીયો )
http://navonishaliyo.blogspot.com

Wednesday, 14 September 2011

માંગ્યું



મેં  આપ્યું  એને  સઘળું  વણ માંગ્યું 
છતાય એણે મારી પાસે પ્રણ માંગ્યું 

ના કણ માંગ્યું 
ના મણ માંગ્યું 

શુશ્ક્તા જ   વધી  હતી  મારી  પાસે 
એણે મારી પાસે આખું ઝરણ માંગ્યું

     રાહુલ શાહ
  નવો નિશાળીયો 


http://navonishaliyo.blogspot.com
 

Thursday, 1 September 2011

मैं अन्ना हूँ















कुछ सीधे सादे शब्दों ने 
             भारत का भावी लिख डाला

उन फिरंगियों के चंगुल से
               ली चाबी खोल दिया ताला

वो लम्बे चौड़े गोरे थे 
                  और बुना हुआ था जाला
  
वो छोटी छोटी झाँसी थी
               और बांका भगत मतवाला

वो सुभाष था जिसने संभाला
                         हिंद फ़ौज का भाला

वो गाँधी थे जिसने खोली थी 
                          शांति की पाठशाला

वोअनगिनत थे हमारे पूर्वज 
          जिन्होंने अंग्रेजो को खदेड़ डाला

याद करो उन की कुर्बानियों को
                 जिसने भविष्य था संभाला

और  कूद पड़ो अन्ना की लड़त में
                   जिसने दिया है नया नारा

 भ्रष्टाचार भगाओ भारत से 
                    करो भ्रष्टों का मुंह काला


नवो निशालीयो
( राहुल शाह )

http://navonishaliyo.blogspot.com

Wednesday, 3 August 2011

માણસો

ચક ચકિત ,
મહેકદાર,
ફૂલ ગુલાબી,
માણસો

બહાર થી તો,
મઘ મઘાટ,
ચક ચકાટ,
માણસો

માંહ્ય થી
ખાલી કબાટ,
તીખા તમાટ ,
માણસો

ભાર થી
થાળી સપાટ,
બસ ગડગડાટ,
માણસો.
   
 
      રાહુલ શાહ
    નવો નિશાળીયો
http://navonishaliyo.blogspot.com

 
  

इमांन

न हिला न डुला
वो बस पड़ा रहा
जब जरुरत थी न जगा
ख़ामोशी से खड़ा रहा

मेरा इमांन रो पड़ा
जब एक फुल मुर्जा गया
और मेरा देश आज
उस मुक्काम पे है
         जंहा

कसाईओ के तबेले है
सय्यादो के चमन .......

     राहुल शाह
( નવો નિશાળીયો  )

http://navonishaliyo.blogspot.com

Thursday, 28 July 2011

મળ મને.

















તું માંગે ને ત્યારે તને ,  ના જળ મળે 
ધીરજ ધરે ને તોય ,  ના ફળ મળે

ઉભો થાય પથારી માંથી , ને ના સળ મળે
જીજીવિષા ને જયારે , ના બળ મળે

વર્ષો વર્ષ માં જયારે , યાદગાર ના પળ મળે
ડુબે મધ દરિયે ને , ન તળ મળે

અઢળક વાતો માય , જયારે ના દળ મળે 
ઘવાય તું અને , ના કળ વળે

દિલ તારું તારી સામે , ચળવળ કરે 
એટલે જ કહું છું તને , નિયમિત  મળ મને.

નવો નિશાળીયો 
  ( રાહુલ શાહ )

http://navonishaliyo.blogspot.com


Wednesday, 20 July 2011

ભ્રષ્ટાચાર

 
 
 
 
 
 
 
જામી છે ભ્રષ્ટાચાર ની હોડ બાપુ,
દરેક નેતા છે દબંગ બાપુ.

કોડા ,કલમાડી ને હવે કનીમોઝી બાપુ,
કરોડો , અરબો ને હવે ખરબો બાપુ.
...
કરમ ની કથની કોને કેવી બાપુ,
ખાધા પછીએ ન ગેસ ન અપચો બાપુ.

દરેક ખાતા માં ખવાય છે બાપુ,
કેમ ટોપી ઓ મુકતા ગયા બાપુ.

હજારો છે અહી બેઈમાન બાપુ,
હજારે પણ હવે મદાર બાપુ.
     rahul shah
 ( navo nishaliyo )
http://navonishaliyo.blogspot.com

 

Friday, 1 July 2011

સળી


















એક હતી સળી

સળી એ એવી વળી

સળગાવી ના બળી

કોઈ ને ના ફળી

કોઈ ની સાથે ના ભળી

ખૂણા માં રહી પડી

 પડી પડી એ સડી

તોય ના એ રડી

કોઈ ને એ જડી

કાન માં નાખી ઘડી


તકલીફ બહુ એને પડી

એટલે કહેવત આ પડી

ના કરવી કદી સળી
    


   નવો નિશાળીયો

   ( રાહુલ શાહ )

http://navonishaliyo.blogspot.com



માણસો ?

 














બહુ જુદા જુદા લાગે છે માણસો
થોડા ગભરાયેલા ને ડરેલા માણસો

સતત ભારેલા અગ્નિ નાં માણસો
મદદ માટે બીલખતા માણસો

તારા ની જેમ ખરી જતા માણસો
પારા ની જેમ સરી જતા માણસો

જમાનો બદલાઈ ગયો કહે છે  માણસો
બદલ્યો કોણે  નાં કબુલતા માણસો.

     rahul shah
 નવો નિશાળીયો
 

http://navonishaliyo.blogspot.com